વૈશ્વિક ફલક ઉપર વેલ્ફેર નું બેનમૂન કામ કરતી સંસ્થા સાકાર જીવન ટ્રસ્ટ ના મોભી હિતેનભાઈ ભુતા દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા
દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે મુંબઈ સ્થિત સંસ્થા સાકાર જીવન ટ્રસ્ટ ના અમેરિકા સ્થિત હિતેનભાઈ ભુતા પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું વૈશ્વિક ફલક ઉપર હાયર એજ્યુકેશન સહિત ની બાબતો માં આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૭ થી વધુ દેશો માં વેલ્ફેર નું બેનમૂન કામ કરતી મુંબઈ સ્થિત સાકાર જીવન ટ્રસ્ટ ના મોભી હિતેનભાઈ ભુતા તાજેતર માં સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર ની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ની મુલાકાતે પધારતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ટ્રસ્ટી શ્રી વસંતભાઈ ડોબરીયા કોશિકભાઈ બોરીચા ભરતભાઈ ભટ્ટ બાબુભાઈ મકવાણા બટુકભાઈ શિયાણી જ્યંતીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા માર્કેટયાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા વજુભાઇ રૂપાધડા વી બી ચૌહાણ જયુભાઈ જોશી મહેન્દ્રભાઈ પરમાર ગોપાલભાઈ ચુડાસમા સંજયભાઈ તન્ના મહેશભાઈ ચૌહાણ રાજુભાઈ પંડયા ગણેશભાઈ નારોલા સહિત ના ઓ દ્વારા સત્કાર કરાયો હતો દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા સ્વચ્છતા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે જરૂરી પુસ્તકો અને લેપટોપ માટે આર્થિક સહયોગ ની તૈયારી દર્શાવી હતી સંસ્થા ની વ્યવસ્થા અને ઉત્તમોત્તમ સંચાલન પદ્ધતિ અંગે સંસ્થા ની વિઝીટ બુક માં સુંદર સદેશ લખ્યો હતો દર વર્ષે ડિસેમ્બર માસ માં સ્વદેશ પધારતા હિતેનભાઈ ભુતા એ સમગ્ર સૌરાષ્ટ્ર ની રાજુલા સિહોર મહુવા દામનગર વિસ્તાર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓની સેવા નિહાળી જરૂરી મદદ કરી હતી અત્રે ઉલ્લેખનીય હકાણી પરિવાર ના પુત્રી રત્ન સ્વ સુશીલાબેન ના પુત્ર રત્ન હિતેનભાઈ દામનગર હકાણી પરિવાર ના ભાણેજ છે સૌરાષ્ટ્ર મદરે વતન પ્રત્યે ખૂબ લગાવ હોવા થી વર્ષ દરમ્યાન અચૂક સૌરાષ્ટ્ર ની મુલાકાતે પધારી સેવા સંસ્થા ઓની જરૂરી મદદ કરતા રહે છે
Recent Comments