અમરેલી

રાજુલાના મોવડીયા દાદા મંદિર ખાતે મોકડ્રીલ યોજાઈ

રાજુલા તાલુકાના મોવડીયા દાદા મંદિર ખાતે રાહત-બચાવની જીવંત મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ પૂરકાલીન પરિસ્થિતિમાં અગત્યની કામગીરી માટેની તૈયારીનો અભ્યાસ કરવાનો હતો. ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (દ્ગડ્ઢસ્છ)ના માર્ગદર્શન હેઠળ, આ ડ્રીલના ભાગરૂપે અમરેલી જિલ્લામાં સંયુક્ત ઓપરેશન યોજાયું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને દ્ગડ્ઢઇહ્લની ટીમના સંકલનમાં, પ્રાંત અધિકારી ડો. મહુલ બરાસરા અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડી.પી.ઓ.ના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિનો સફળ અમલ થયો. આ સમગ્ર પ્રવૃત્તિમાં ૦૬ થી ૦૭ દર્શનાર્થીઓએ બોટમાં સવાર થઈને મોવડીયા દાદા મંદિર પાસેથી માર્ગપ્રશસ્તિ કરતા, અચાનક બોટ પલટાઈ ગઈ અને તેમાંથી કેટલાક લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા તરત જ દ્ગડ્ઢઇહ્લ અને ફાયર વિભાગની મદદથી તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં બધા જ પ્રાધિકારીઓના સંકલનથી દર્શનાર્થીઓને સલામત રીતે બચાવવામાં આવ્યા. આ કાર્ય દ્વારા પુરપરિસ્થિતિમાં રાહત-બચાવ કાર્યની ઝડપ અને કાર્યક્ષમતા સાથે તેમની તૈયારીની સાચી દિશા દર્શાવાઇ. મોકડ્રીલને કારણે, રાજુલા અને જાફરાબાદ તાલુકાના નિચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિમાં રાહત કાર્ય માટે વધુ પ્રસ્તુત અને ગતિશીલ તૈયારી મેળવી છે. આજની ઘટનામાં પોલીસ, ફાયર વિભાગ, દ્ગડ્ઢઇહ્લ, આરોગ્ય વિભાગ, પિજીએમસી, અને હોમગાડ્‌ર્ઝ યુનિટ સહિતના વિભાગો દ્વારા પૂર્ણ સંકલન અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Related Posts