અમરેલી

તા.૨૭ મે સુધીમાં છૂટાંછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી

અમદાવાદ IMD દ્વારા આગામી તા.૨૭/૦૫/૨૦૨૫ સુધીમાં છૂટાંછવાયા સ્થળોએ મધ્યમ મેઘ ગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે. તા.૨૮/૦૫/૨૦૨૫ સુધી ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લો-લાઈન કોઝ વે ઉપર પાણી પસાર થતું હોય ત્યારે પસાર થવું નહિ. નદી, નાળા તથા નીચાણવાળા વિસ્તારમાં લોકો અવરજવર ન કરવી. માછીમારોએ દરિયો ખેડવા ન જવું. સગર્ભા સ્ત્રીઓને આઈડેન્ટિફાઈ કરી તેને જરુર જણાયે તેમને સલામત સ્થળે રાખવા તથા ઈમરજન્સી મેડીકલ સર્વિસ ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવામાં આવશે. તાલુકા કક્ષાએ તમામ આરોગ્ય અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ જરુરી તમામ દવાના જથ્થા સાથે ઉપસ્થિત રહેવું. વિવિધ સ્થળોએ પીવાના પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે જોવું.

સ્થળાંતરની પરિસ્થિતિમાં આશ્રય સ્થાનોની ખરાઈ કરાવી NGO-સ્વાયત સંસ્થા-વહીવટી તંત્ર મારફત ફુડ પેકેટની વ્યવસ્થા થઇ શકે તે માટે આયોજન કરવું. ભયજનક મકાન હોય તેને ઉતારી લેવાની કાર્યવાહી કરવી.

ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિત વીજ પુરવઠો પૂર્વવત થઇ શકે તે માટે વીજ તંત્ર કાર્યરત રહેશે. વૃક્ષો ધરાશાયી થવાના કારણે રોડ બ્લોકની સમસ્યા થાય તો માર્ગ ફરી પુનઃરત થાય તે માટે તકેદારી રાખવામાં આવશે. અતિવૃષ્ટિ,

Related Posts