અમરેલી

મોર્ડન વિલેજ શાખપુર ત્રણ વર્ષ માં સરકાર અને ઉદારદિલ દાતા ઓના સહકાર થી ચાર કરોડ ના વિકાસ કાર્યો થયા

દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે ત્રણ વર્ષમાં સરકારી ગ્રાન્ટ અને સહયોગી દાતા શ્રીના સહકારથી શાખપુર ગામમાં કરોડો રૂપિયાના વિકાસના કામ થયા તેમાં તમામ જ્ઞાતિના આગેવાનો તમામ નાના-મોટા દાતાઓ ના સહયોગથી ત્રણ પ્રવેશ દ્વારા રામજી મંદિરના નવા મંદિરનું નિર્માણ થશે હાઈસ્કૂલના નવું બિલ્ડીંગ બન્યું એક કરોડના ખર્ચે સીસી રોડ સુવિધા પંથ બાયપાસ બન્યો સીસીટીવી કેમેરા નું કામ થયું જાહેર સ્થળો પર બાંકડા ગ્રામજનોના સહયોગથી ધર્મશાળા રીનોવેશન કરવામાં આવ્યું સ્મશાનનું રીનોવેશન ગ્રામજનોના સહયોગથી થયું અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો બ્લોક પેવીંગ ના કામ બસ સ્ટેશનનું નવું કાર્ય થયું કસરાના નિકાલ માટે ઈલેક્ટ્રીક રીક્ષા તથા કમ્પોસપીટ ના બોક્સ બનાવવામાં આવ્યા પ્રાથમિક કુમાર શાળા માં રીનોવેશન ની કામગીરી કરવામાં આવી ઊંચી પાણીની ટાંકીનું નિર્માણ થયું ભૂગર્ભ પાણીના સંપનું કાર્ય થયું. નારોલા પરિવાર દ્વારા વૃક્ષારોપણનું સુંદર કામ કરવામાં આવ્યું તેમજ સ્વર્ગસ્થ વનમાળીભાઈ રામભાઈ બલર અને સ્વર્ગસ્થ હિંમતભાઈ રામભાઈ બલર પરિવાર તરફથી એક મોટા દાતા તરીકે ખૂબ શાખપુર ગામના વિકાસમાં સહયોગ આપ્યો અને સુરત વસતા યુવાનોની ટીમ દરેક જ્ઞાતિએ શાખપુરના વિકાસમાં નાનું મોટું યોગદાન આપી ખૂબ વિકાસના કામો થયા તેમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી જિલ્લા પંચાયત અને ધારાસભ્યશ્રી તમામનું શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા ઉપસરપંચ અને તમામ પંચાયતના સદસ્યશ્રીનો પણ તેમજ પૂર્વ સરપંચશ્રીઓ અને શાખપુર ગામના વિકાસમાં સહયોગ આપનાર તમામનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. આગામી સમયની અંદર પણ શાખપુર ગામનો ખૂબ વિકાસ થાય અને હજુ વધુ અધૂરા કર્યો તમામ પૂર્ણ થઈ અને સારો એવો ગામનો વિકાસ થાય અને મોડેલ ગામ બને તેવા પ્રયત્નો થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts