fbpx
રાષ્ટ્રીય

મોદી સરકારે ૨૦૨૪માં સામાજિક-આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી

મોદી સરકારે વર્ષ ૨૦૨૪ માં સામાજિક અને આર્થિક વિકાસને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાન મંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે, જે આદિવાસી સમુદાયોની પ્રગતિ માટે છે. મોદી સરકારે વર્ષ ૨૦૨૪ માં સામાજિક અને આર્થિક વિકાસને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાન મંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન સહિતની અનેક યોજનાઓનો સમાવેશ થાય છે, જે આદિવાસી સમુદાયોની પ્રગતિ માટે છે.

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશ ૨૦૨૪ ઃ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની નવી આવૃત્તિ ડિજિટલ સાક્ષરતા વધારવા અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો હેતુ જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવા અને લોકો માટે ડિજિટલ સેવાઓ સુલભ બનાવવાનો છે

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ૪.૦ ઃ આ યોજના યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત ૨૦ લાખ યુવાનોને તાલીમ આપવાનું અને ૧૦૦૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક મોડલમાં વિકસાવવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા બેરોજગારી ઘટાડવા અને યુવાનોને આર્ત્મનિભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મુદ્રા લોન યોજના (૨૦૨૪ અપડેટ) ઃ નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા મુદ્રા લોન યોજના ૨૦૨૪ માં અપડેટ કરવામાં આવી. આ અંતર્ગત, ?૫૦,૦૦૦ થી ?૧૦ લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવે છે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (છઇૐઝ્ર) યોજના ઃ આ યોજના શહેરી સ્થળાંતર મજૂરો અને ગરીબોને પોસાય તેવા ભાડાના મકાનો આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા રહેણાંક સંકુલોનું નિર્માણ અને સંચાલન કરવામાં આવશે.

Follow Me:

Related Posts