fbpx
રાષ્ટ્રીય

તખ્તાપલટ બાદ સીરિયાના વડાપ્રધાન પદે આરુઢ થનાર મોહમ્મદ અલ-બશીર!

સીરિયામાં બશર અલ-અસદને સત્તામાંથી હટાવ્યા પછી, હયાત તહરિર અલ-શામે મોહમ્મદ અલ-બશીરને આંતરિક સરકારના વડા પ્રધાન તરીકે પસંદ કર્યા છે. તેઓ માર્ચ ૨૦૨૫ સુધી સીરિયા સરકારનો હવાલો સંભાળશે, દેશમાં નવી સરકાર બનાવવાની જવાબદારી હવે મોહમ્મદ અલ-બશીરના ખભા પર આવી ગઈ છે. હાલ તેઓ જૂની સરકારના અધિકારીઓને મળીને વચગાળાની સરકાર રચવામાં વ્યસ્ત છે. વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ, મોહમ્મદ અલ-બશીરે અલ જઝીરા સાથેની મુલાકાતમાં કહ્યું કે, દેશમાં શાંતિ અને વ્યવસ્થા માટે હાકલ કરી હતી. “હવે આ લોકો (સીરિયનો) માટે સ્થિરતા અને શાંતિનો આનંદ માણવાનો સમય છે,” બશીર અગાઉ સીરિયાના સરકારના વડા તરીકે સેવા આપી ચુક્યા છે. દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું કે, વોશિંગ્ટન ભવિષ્યની નવી સીરિયન સરકારને સંપૂર્ણ સમર્થન આપશે, જાે કે તે લઘુમતીઓનું સન્માન કરતી વિશ્વસનીય, સમાવેશી પ્રક્રિયામાંથી બહાર આવે. જાે કે, અમેરિકાએ હજુ સુધી હયાત તહરિર અલ-શામને આતંકવાદી સંગઠનની યાદીમાંથી હટાવ્યું નથી.

મોહમ્મદ અલ બશીરના પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ બાયોડેટા મુજબ, તેઓ ઈલેક્ટ્રીકલ એન્જિનિયર છે અને ૨૦૧૧માં ગૃહયુદ્ધ શરૂ થયું તે પહેલા તેઓએ ગેસ પ્લાન્ટમાં કામ કર્યું હતું. જાન્યુઆરીમાં, બશીરને સાલ્વેશન ગવર્નમેન્ટ (જીય્) ના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સરકાર હયાત તહરિર અલ-શામ દ્વારા તેના નિયંત્રણ હેઠળના વિસ્તારને ચલાવવા માટે બનાવવામાં આવી હતી. અલ-બશીરનો જન્મ ૧૯૮૩ માં ઇદલિબ ગવર્નરેટના જબલ ઝાવિયા ક્ષેત્રમાં સ્થિત મશૌન ગામમાં થયો હતો. તેઓએ ૨૦૦૭માં અલેપ્પો યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને પછી ગેસ પ્લાન્ટમાં કામ કર્યું. ગત અઠવાડિયા પહેલા, મોહમ્મદ અલ-બશીર ઇડલિબ અને અલેપ્પો જેવા એચટીએસ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની બહાર બહુ ઓછા જાણીતા હતા. બશીર સોમવારે જાહેર કરાયેલા વીડિયોમાં પ્રથમ વખત ઇદલિબની બહાર દેખાયો હતો, જેમાં તે ઔપચારિક કપડાં પહેરેલા જુલાની અને આઉટગોઇંગ વડા પ્રધાનને મળતો જાેવા મળ્યો હતો.

Follow Me:

Related Posts