રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પણ ચોમાસાની વહેલી એન્ટ્રી થઈ, હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં હાલમાં ૮ વિસ્તારો રેડ એલર્ટ પર

મહારાષ્ટ્રમાં ચોમાસાના ઈતિહાસની વાત કરીએ તો રાજ્યમાં આશરે ૩૫ વર્ષમાં પહેલીવાર મોનસૂનનું આટલું વહેલું આગમન થયું છે. આમ તો દક્ષિણ પશ્ચિમ મોનસૂન સામાન્ય રીતે સાત જૂન આજુબાજુ મહારાષ્ટ્ર અને ૧૧ જૂને મુંબઈ પહોંચે છે. હવામાન વિભાગે કોંકણ અને પ.મહારાષ્ટ્રના અમુક ભાગોમાં આગામી થોડા દિવસે માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં આ વખતે ૨૪ મેના રોજ ચોમાસાના સત્તાવાર આગમનની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે સામાન્ય રીતે ૧ જૂન સુધીમાં ભારતમાં પ્રવેશતું ચોમાસું નક્કી તારીખથી ૮ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું હતું.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે કહ્યું કે તટીય કોંકણમાં છેલ્લા બે દિવસથી ભારે પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો હતો. મુંબઈમાં હાલમાં આઠ વિસ્તારોને રેડ એલર્ટ પર રખાયા છે. જેમાં બોરિવલી, સાંતાક્રૂજ, પવઈ, મુલુન્ડ, વર્લી, ચેમ્બુર, કોલાબા અને અલીબાગનો સમાવેશ થાય છે. જ્યારે મુંબઈ, થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પર છે.

Related Posts