ભાવનગર

દ્વારકાના પદયાત્રીઓને નડેલા અકસ્માતમાં મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

દિઓદરથી પદયાત્રામાં દ્વારકા જઈ રહેલા યાત્રીઓ ને મોરબી નજીક અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૪ પદયાત્રીઓનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે રાધનપુર રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. 

    અન્ય એક બનાવમાં ઉતરપરદેશમાં ધૂમ્મસ ને લીધે અનેક વાહનો અથડાયા હતા અને તેને કારણે ૧૪ લોકોનાં મોત થયાં હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને મુખ્યમંત્રી રાહત ફંડમાં ૨,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવી છે. બંને ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts