ભાવનગર

કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ડોડા વિસ્તારમાં ભારતીય સેનાની ટ્રક ખીણમાં ખાબકતા ૧૦ જવાનો શહિદ થયા છે. ત્રાસવાદ વિરોધી દળનું એક વાહન ડોડા વિસ્તારમાં સૈનિકોને લઈ સર્ચ ઓપરેશન કરી રહ્યું હતું ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રક ૨૦૦ ફૂટ ઉંડી ખીણમાં પડી હતી અને જોતજોતામાં ૧૦ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૨૫,૦૦૦ પ્રમાણે ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા આર્મી વેલફેર ફંડમા મોકલવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts