અમરેલી

કવિ કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું મોરારીબાપુના હસ્તે પુનઃવિમોચન

પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમરત વદાંનું ૨૩  વર્ષ બાદ અમરેલી  જિલ્લાના કાગધામ  મજાદર ખાતે સુપ્રસિદ્ધ  કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન થયું હતું. 

રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે કાગના ફળિયે  કાગની વાતુ‘ કાર્યક્રમના ૨૫માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ.

આ પુસ્તકનું વિમોચન મોરારીબાપુ સાથે  શ્રીવી.એસ. ગઢવીપુસ્તકના સંપાદકશ્રીઅંબાદાન રોહડીયાગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રીજયેશ દવેશ્રી રામ ભાઈ જામંગની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.

આ પુસ્તકની નવસંવર્ધિત આવૃત્તિના વિમોચન પ્રસંગે પૂર્વ માહિતી નિયામક શ્રીવસંત ગઢવીએ પુસ્તકના પ્રકાશન પાછળની રસપ્રદ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે,  પુસ્તકનું પ્રથમવાર વિમોચન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. કવિ કાગની ૧૦૦મી જન્મ જયંતી ના અવસરે આ પુસ્તક સાથે એક ટપાલ ટિકિટ અને ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરી અને કવિ કાગના સાહિત્ય અને કવિતાના પ્રદાનને  “કાવ્યાંજલિ” આપવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું કે, ‘વાણી તો અમરત વદાં” ની પ્રતો ઉપલબ્ધ ન હોવાથી અને તેને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડી અને નવ સંવર્ધિત સંસ્કરણ રજૂ કરવાના હેતુથી પુનઃ વિમોચન કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં જાણીતા લેખક અને હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડજાણીતા કવિ અને નિવૃત્ત સનદી અધિકારી શ્રીભાગ્યશ જહાશ્રીવી.એસ.ગઢવીશ્રીલક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા ૪૩ ચેપ્ટરો કાગ સાહિત્ય પ્રેમીઓ માટે ઉપયોગી પુરવાર થશે.

આ પુસ્તકના પુનઃ વિમોચન બદલ મોરારીબાપુ એ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. જ્યારે  શ્રીવી.એસ ગઢવીએ માહિતી કમિશનર શ્રીકે.એલ. બચાણી અને માહિતી ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ચારણ સંસ્કૃતિનું દર્શન કરાવતા અંક  ચારણ સંસ્કૃતિ‘ નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં કચ્છથી પધારેલા પ્રોફેસર શ્રીરમજાન એ કાગ વાણી અને સાહિત્યનું રસપાન કરાવ્યું હતું.

ગુજરાતી લોકસાહિત્યમાં શિરમોર કવિ કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે તેમના વતન મજાદર(કાગધામ) ખાતે કવિ કાગના જીવનદર્શન ઉપરાંત કાગવાણીના ભક્તિશૌર્ય તથા બીજા અનેક વૈવિધ્યસભર અમર કાવ્યોને યાદ કરી કવિકાગને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે.

આ નવસંસ્કરિત પુસ્તકમાં જૂના લેખોની સાથે નવા કેટલાક લેખોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં કવિ  કાગના સમગ્ર  કર્તૃત્વ અને જીવનદર્શનને પાંચ ખંડોમાં સમાવિષ્ટ કરાયા છે.

જેમાં વ્યક્તિત્વ અને વાઙ્મય  સંસ્કૃતિ અને સમાજપ્રાચીન અને અર્વાચીનનો સમન્વયકાગવાણી વિશેષ પરિપ્રેક્ષ્યમાં  અને કાગવાણીના બહુવિધ પરિમાણોનો સમાવેશ થાય છે.

 આ ગ્રંથને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરીને વધુ લોકસ્વીકૃત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણમહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે.

કવિ કાગની કહેણીની શૈલી અને કંઠની ઋજુતાને જન જન સુધી પંહોચાડવાનો આ આવકારદાયક પ્રયાસ છે.

 કવિ શ્રી કાગ વિષયક સ્વાધ્યાય લેખોને સમાવતો આ દળદાર ગ્રંથ વાચકોસાહિત્યકારો અને લોક કલાકારોને કવિ કાગ અને તેમણે સર્જેલા સાહિત્યનો વિશેષ પરિચય આપશે અને અત્યંત ઉપયોગી બની રહેશે.

આ પ્રસંગે જાણીતા સાહિત્યકારો,  કવિઓનું ‘ કાગ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.  મજાદર ખાતે સતત ૨૫ વર્ષથી આ કાર્યક્રમ અવિરતપણે યોજવા બદલ શ્રીવસંત ગઢવીએ મોરારીબાપુનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts