ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦,૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.



















Recent Comments