ભાવનગર

દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ

11 વર્ષ બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ થયો હતો. મેલા ઈરાદાથી થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ને કારણે આ ઘટનામાં ૧૨ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. 

        તા.૧૦/૧૧/૨૫ ને દિવસે સાંજે લાલકિલ્લા નજીક એક કારમાં બોંબ બ્લાસ્ટ થયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૧૨ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દેશવિરોધી કાર્ય તરફ દુઃખ વ્યક્ત કર્યું છે.  અને આ દુઃખદ ઘટના બની તેમાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ જેઓ મ્રુત્યુ પામ્યા છે તેમના પ્રતિ સંવેદના દર્શાવી તતકાલ સહાયતા રાશિ રુપે દિલ્હી મુખ્યમંત્રી રાહત ફંડ માં રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા મોકલી છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા  દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ ફરી એકવાર આવી ઘટના ન બને તે માટે લોકોને પણ સાવધ રહેવા અપીલ કરી છે. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. 

તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts