ભાવનગર

આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાનની દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

કુદરત જાણે રુઠી હોય તેમ બે દિવસ દરમિયાન વિવિધ સ્થળોએ ભયાનક અકસ્માતો સર્જાયા છે. જેમાં અને વ્યક્તિઓના મૃત્યુ નિપજયાં છે. એકાદશીને દિવસે આંધ્રપ્રદેશના શ્રી કાકુલમ જીલ્લામાં આવેલ કાશી બુગગા મંદિર માં ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે તેમાં સર્જાયેલી કરુણાંતિકામાં પ્રાપ્ત માહિતી મુજબ ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.  આ ઘટનામાં માર્યા ગયેલાઓને પૂજ્ય મોરારીબાપુએ રુપિયા ૩,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

એ ઉપરાંત તેલંગાણાના રંગારેડડી જીલ્લામાં બસ દુર્ધટનામાં ૨૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ વ્યથિત થઈ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને તતકાલ સહાયતા પેટે રૂ ૩,૦૦,૦૦૦ ની સહાયતા મોકલી છે. બીજી તરફ જયપુરમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો અને તેમા ૧૭ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં પણ રુપિયા ૩,૦૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. જે તે રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડ માં રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજી મહારાજ ના ચરણોમાં પ્રાર્થના કરી છે.

તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે. 

Related Posts