કોણ જાણે કેમ પરંતુ દેશના વિવિધ ભાગોમાં અકસ્માતોનો સિલસિલો બંધ નથી થતો. ગત દિવસોમાં કર્ણાટકમાં એક ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘટનામાં તામિલનાડુમાં પણ નવ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. બંને રાજ્યોમાં કુલ મળીને ૧૯ લોકોનાં દુઃખદ મોત થયાં છે. પૂજ્ય મોરારિબાપુએ જે લોકોનાં મોત નીપજ્યાં છે તેમની તરફ સંવેદના વ્યક્ત કરી છે છે અને વડાપ્રધાન રાહત કોષમાં રુપિયા ૩ લાખની સહાય અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.
વલભીપુર નજીકના એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી પૂજ્ય બાપુએ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments