જબલપુર ઓશો જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ રામકથામાં શ્રી મોરારિબાપુ દ્વારા રામજન્મોત્સવ પ્રસંગ સાથે સાંપ્રત ચિંતન પ્રસ્તુત થયું અને બુધ્ધ પુરુષ અનોખા હોય છે, તેને પ્રેમ કરી લેવાય, નકલ ન કરાય તેમ ટકોર કરતાં ક્થા પ્રવાહ આગળ વધ્યો.
શ્રી મોરારિબાપુના વ્યાસાસને જબલપુરમાં ઓશો જન્મોત્સવ પ્રસંગે યોજાયેલ રામકથા ‘માનસ પરમ વિશ્રામ’ ગાન સાથે સાંપ્રત ચિંતન લાભ મળી રહ્યો છે. આજની છઠ્ઠા દિવસની કથામાં ઓશો જન્મતિથિ પ્રાસંગિકતા અને રામ જન્મોત્સવ પ્રસંગ સંયોગ પણ રહ્યો.
શ્રી તુલસીદાજીના રામચરિત માનસ ગાન સાથે શ્રી મોરારિબાપુએ ભાવિક શ્રોતાઓ સાથેના સંવાદમાં અંધશ્રદ્ધા અને ધર્મના નામે અધર્મ કરનારા તેમજ તેને અનુસરનારા સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે, બુધ્ધ પુરુષ અનોખા હોય છે, તેને પ્રેમ કરી લેવાય, નકલ ન કરાય.
ઓશો જન્મદિવસ એ ઓશો ચેતના પ્રવેશ દિવસ જણાવી ઓશોના જ મતે તેઓ પૃથ્વી પૃથ્વી નામના ગ્રહની પસાર થયાનું અર્થાત્ ગુજરાતી કાઠિયાવાડી બોલીમાં ગુજરી ગયાનું શ્રી મોરારિબાપુએ કહ્યું અને સૌને વધાઈ પાઠવી.
ઓશોએ પ્રભાવિત નહી, સ્વાભાવિક કર્યાનું જણાવી પરમ ચેતના પ્રભાવિત નહી, જાગૃત કરે છે. ઓશો પુણ્ય શ્લોક નહી, પ્રેમ શ્લોક હતાં.
જબલપુર શનિવારથી પ્રારંભ થયેલ રામકથામાં ‘સુંદર સુજાન કૃપાનિધાન અનાથ પર કર પ્રિતી જો…’ ચોપાઈ પંક્તિ કેન્દ્રમાં રાખી તેના અર્થ અને ભાવાર્થ નિરૂપણ લાભ મળી રહ્યો છે.
રામકથા પ્રવાહ આગળ વધ્યો અને પ્રારંભમાં શિવકથા વર્ણન કરતાં શ્રી મોરારિબાપુએ શિવ અને રામ એકબીજા માટે પરમ રહ્યાનું જણાવી રામજન્મોત્સવ પ્રસંગ વર્ણન કર્યું.


















Recent Comments