ભાવનગર

ભાવનગર એસ.ટી.માં ઓગસ્ટ-૦૨૫માં ઓનલાઈન રીઝર્વેશનથી ૧૮ હજારથી વધુ સીટ મુસાફરોએ બુક કરાવી : રૂ.૭૬.૩૩ લાખથી વધુની આવક પ્રાપ્ત

ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓગસ્ટ – ૨૦૨૪ ની સરખામણી એ ઓગસ્ટ-૨૦૨૫માં ૧૮,૩૫૨ સીટોનું
પેસેન્જરોએ ઓનલાઈન રીઝર્વેશન કરાવતા આશરે રૂ. ૭૬,૩૩,૦૦૦/-થી વધુની આવક પ્રાપ્ત થઇ છે.

ભાવનગર એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે કે,ગત ઓગસ્ટની સરખામણીએ ઓગસ્ટ-
૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા ૦૩,૦૬,૦૦૦/- કિ.મી.નું સંચાલન કરવામાં આવ્યું છે. સંચાલનના માધ્યમથી
રૂ.૦૨,૦૩,૯૦,૦૦૦/- ની આવક પ્રાપ્ત થઇ છે.આમ પ્રતિ કિ.મી આવકમાં રૂ.૨.૫૫નો વધારો થવા પામેલ છે.
ચાલુ વર્ષે આોગસ્ટ-૦૨૫ દરમિયાન ભાવનગર વિભાગને ૧૫ નવા વાહનોની પ્રાપ્ત થયેલ છે અને આવતા
દિવસોમાં વિભાગને નવા વાહનોની ફાળવણી થશે જેથી જાહેર જનતાની સુવિધામાં વધારો થવા પ્રામશે.તેમ એસ.ટી.
વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts