ભાવનગર

GST રિફોર્મ્સ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા ભાવનગર જિલ્લામાં ૩.૮૦ લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાયા

GST રિફોર્મ્સ અને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સહકારી
સંસ્થાઓના સભાસદો, હોદ્દેદારો તેમજ ખેડૂતોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ
લખવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આજદિન સુધીમાં ૩.૮૦ લાખથી વધુ નાગરિકોએ
વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખીને આર્થિક સમૃદ્ધિ અને વિવિધ યોજનાઓના લાભ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
છે.
આ પોસ્ટકાર્ડ ઝૂંબેશ દ્વારા સભાસદો-ખેડૂતોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ
કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં કરવામાં આવેલી નવીન પહેલો, GST
રિફોર્મ્સ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ પત્ર દ્વારા
આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન
લાવ્યું છે.

Related Posts