રાષ્ટ્રીય

ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનૌજ બોર્ડર પર સ્થિતિ બગડતા ૩૦૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બુધવારે પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે ઘણા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા હતા જે બાદ સ્થિતિ ખરાબ થતાં બંને બોર્ડર પર ૩૦૦૦થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પુરજાેશમાં શરૂ કરી દેવાઈ છે. જેસીપી દ્વારા સ્થળ પરથી અનેક તંબુઓ તોડી પાડવામાં આવ્યા છે. આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવ (સ્જીઁ) ની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે.
ખેડૂત નેતા ડલ્લેવાલ ની સાથે સરવન સિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકા સિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા શંભુ અને ખાનૌરી બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડુતોને હટાવવાની કામગીરી શરુ કરવાની સાથે ૨૦૦થી વધુ ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે.
ઉલ્લેખનીય છે કે, બુધવારે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે સાતમા રાઉન્ડની વાતચીત થઈ હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જાેશી અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પંજાબ સરકાર વતી નાણામંત્રી હરપાલ સિંહ ચીમા અને કૃષિમંત્રી ગુરમીત સિંહ ખુદિયાન બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (સ્જીઁ) ની કાનૂની ગેરંટી, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી, વીજળીના દરમાં કોઈ વધારો નહીં, ખેડૂતો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય જેવી માંગણીઓનો સમાવેશ કરવામાં આવે છે. બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ખેડુતનેતાઓ સાથે થયેલી ચર્ચા સકારાત્મક રહી છે અને આગામી બેઠક ૪ મેના રોજ થશે.‘
આ મામલે ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને આશા છે કે સરકાર તેમની માંગણીઓનો નક્કર ઉકેલ લાવશે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચા (કેએમએમ) ના ૨૮ સભ્યોના પ્રતિનિધિમંડળે બેઠકમાં ભાગ લીધો હતો. આ પહેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ એમ્બ્યુલન્સમાં બેસીને સ્થળ પર પહોંચ્યા હતા. ડલ્લેવાલે કહ્યું કે, ‘હું સરકાર પાસેથી સ્જીઁની કાનૂની ગેરંટી માટે સંતોષકારક જવાબની આશા રાખુ છું.‘

Related Posts