ગૃહ મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઈન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ, છેલ્લા 6 મહિનામાં ભારતના 30,000થી વધુ લોકો સાથે રોકાણના નામે 1500 કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે. જે લોકો કૌભાંડનો શિકાર બન્યા છે, તેમાં સૌથી વધુ 30 થી 60 વર્ષની વયના હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી 65% કેસ બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદમાં થયા છે.ભારતીય સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C) ના અહેવાલ મુજબ, આ છેતરપિંડીના 65 ટકા કેસ માત્ર ત્રણ મહાનગરો – બેંગલુરુ, દિલ્હી-એનસીઆર અને હૈદરાબાદ માં નોંધાયા છે.
કુલ નાણાકીય નુકસાનમાં બેંગલુરુનો હિસ્સો સૌથી મોટો છે, જે કુલ નુકસાનના એક-ચતુર્થાંશ એટલે કે 26.38% જેટલો છે. આ શહેરો સાયબર અપરાધીઓ માટે અજાણ રોકાણકારોને નિશાન બનાવવાના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. જયારે દિલ્હીમાં પ્રતિ વ્યક્તિ સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં પીડિતોને સરેરાશ ₹8 લાખનું નુકસાન થાય છે.રિપોર્ટ કરાયેલા કૌભાંડો મોટી રકમ સાથે જોડાયેલા છે, જેમાં દરેક પીડિતને સરેરાશ લગભગ ₹51.38 લાખનું મોટું નુકસાન થયું છે. આ દર્શાવે છે કે આ રોકાણ યોજનાઓ જટિલ છે અને વ્યક્તિગત નાણાં માટે મોટો ખતરો ઊભો કરે છે.રિપોર્ટનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે જે લોકો ફ્રોડથી પ્રભાવિત થયા છે, તેમાંના મોટાભાગના કામકાજી વય જૂથના છે. આંકડાઓ અનુસાર, સ્કેમર્સે 30 થી 60 વર્ષની વયના લોકોને રોકાણના નામે સૌથી વધુ ઠગ્યા છે. ઠગાયેલા લોકોમાં આ વયના લોકોની સંખ્યા 76 ટકાથી વધુ છે. ઠગાઓ જાણે છે કે આર્થિક રીતે સક્ષમ લોકોમાં નાણાકીય આકાંક્ષાઓ હોય છે અને સ્કેમર્સ આનો જ ફાયદો ઉઠાવે છે.
વરિષ્ઠ નાગરિકોને પણ ઝડપથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 8.62% અથવા લગભગ 2829 લોકો 60 વર્ષથી વધુ વયના છે.સાયબર અપરાધીઓ કૌભાંડો માટે વિવિધ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મુખ્ય છે. રિપોર્ટ મુજબ, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્સ લગભગ 20% કેસ માટે જવાબદાર છે. તેમની એન્ક્રિપ્ટેડ પ્રકૃતિ અને ગ્રુપ બનાવવાની સરળતાને કારણે તે સ્કેમર્સ માટે આકર્ષક છે.જ્યારે, લિંક્ડઇન અને ટ્વિટર જેવા ઔપચારિક વ્યાવસાયિક નેટવર્કનો ઉપયોગ ઘણો ઓછો એટલે કે માત્ર 0.31% ઘટનાઓ થાય છે. અપરાધીઓ અનૌપચારિક અને સીધા સંદેશા મોકલનારા માધ્યમોને પ્રાધાન્ય આપે છે.




















Recent Comments