રાષ્ટ્રીય

આફ્રિકન દેશ કોંગોમાં એક રહસ્યમય રોગથી ૫૦થી વધુના મોત

આ રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ વ્યક્તિનું છે થાય મૃત્યુ આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો હજી સુધીમાં નોંધાયા છે. તેથી ૫૦થી વધુ લોકોના મૃત્યુ પણ થયાં છે. ઘણા કેસમાં રોગનાં લક્ષણો દેખાયા પછી માત્ર બે જ દિવસમાં દર્દીનું મૃત્યુ થતું હોવાનું પણ નોંધાયું છે. વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કારણ કે તપાસમાં ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા વાયરસ મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉૐર્ં) એ આ અંગે ચેતવણી પણ જારી કરી છે.

કોંગોના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલાં બિકોરો શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ વ્યાપક દેખાયો છે. આ અંગે સ્થાનિક તબીબો તથા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોકલેલા તબીબો જણાવે છે કે આ રોગમાં સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ દર્દીનું મૃત્યુ થાય છે. બિકેરોની હોસ્પિટલમાં તેઓની સારવાર પણ કરવામાં આવી હતી. પરંતુ ઘણાને બચાવવામાં તબીબો નિષ્ફળ રહ્યા હતા. તેમ બિકેરો હોસ્પિટલના મેડિકલ ડીરેકટરે મીડિયાને જણાવ્યું હતું. આ ખતરનાક રોગ ૩ બાળકોએ ચામાચીડિયા ખાધા પછી શરૂ થયો અને ત્યારબાદ કેસ ઝડપથી વધવા લાગ્યા.

આ રોગથી અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે અને કુલ ૪૩૧ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં) એ જણાવ્યું હતું કે આ કેસ ઇક્વેટુર પ્રાંતના દૂરના ગામડાઓમાં જાેવા મળ્યા હતા. આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે. સૌથી ખતરનાક માહિતી એ છે કે દર્દીઓ ફક્ત ૪૮ કલાકમાં જ મૃત્યુ પામી રહ્યા છે. ડૉ. સર્જ ન્ગાલેબાટોએ જણાવ્યું હતું કે, લક્ષણો દેખાયા પછી આટલા જલ્દી મૃત્યુ ખૂબ જ ચિંતાજનક છે. ઉૐર્ં આ રોગની તપાસ કરી રહ્યું છે, પરંતુ દૂરના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓના અભાવે પડકાર વધ્યો છે.

Follow Me:

Related Posts