હવે શૈક્ષણિક કાર્યકાળ સાથે નોકરી કરવા માંગતા લોકો માટે એક નવી તક ઉભી થવાની છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજાેમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતી બહાર પડી છે. જેમાં વિવિધ કોલેજાે માટે પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, લાયબ્રેરિયન સહિતની કુલ ૫૯૦૦ થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં ૫૯૦૦થી વધુની ભરતી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ-ફાયનાન્સ કોલેજાેમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવનાર ઈચ્છુક વ્યક્તિ આગામી ૨૫, ૨૬ અને ૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ (સોમ, મંગળ અને ગુરુવાર) સવારે ૯ વાગ્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે વોક-ઈન-ઓપન ઈન્ટરવ્યૂમાં જઈ શકે છે.
ઈન્ટરવ્યૂ સમયે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટની ત્રણ નકલ કરાવીને લાવાની રહેશે. ભરતી સંદર્ભે લુઘતમ લાયકાતના ધોરણો સહિતની માહિતી યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ હખ્તે.ટ્ઠષ્ઠ.ૈહ પરથી મળી રહેશે.
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં ૫૯૦૦થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે

Recent Comments