અમરેલી

અમરેલી ખાતે આ મેદસ્વીતા મુક્ત કાર્યક્રમ માં ૮૦ થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. અમરેલી જિલ્લા ને યોગ મય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોચ ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, નિષ્ણાત યોગ ટ્રેનરો દ્વારા માર્ગદર્શન 

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન ચલાવવામાં આવેલ છે. ગુજરાત સરકારશ્રીના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત ” અભિયાન અંતર્ગત ચલાવવામાં આવેલ છે. જેને અનુલક્ષીને માન.વડાપ્રધાનશ્રીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૭-ઓકટોબર-૨૦૨૫ સુધી સવારના ૦૬-૩૦ થી ૦૮-00 કલાક દરમિયાન મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૧૦૦ લોકો સાથે 30 દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દુર કરવા તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેથી જાણકારી આપી મેદસ્વિતા ઘટાડવા અંગેનો છે.

આ કાર્યક્રમ માં માન.કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબ, ડીડીઓ શ્રી પી.બી.પંડ્યા સાહેબ, ડૉ. પ્રણોતિબેન ખરાટ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, વૈદ્ય પંચકર્મ શ્રી, ડૉ.નીતિન ત્રિવેદી , ડૉ.નરેન્દ્ર સોજીત્રા, ડૉ. મીનાક્ષી બેન બારૈયા, હિરલબેન માણિયા, નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ મેડિકલ ટીમની વિશેષ ઉપસ્થિતિ 

કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબ દ્વારા યોગ બાબત સ્વાનુભવ વિશે માર્ગદર્શન અને અગત્યતા જણાવેલ.

Related Posts