અમરેલી

ડી.એમ.એફ. ફંડમાંથી કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામને વિકાસલક્ષી 12 કામો માટે રૂપિયા 75 લાખ કરતાં વધું રકમની થશે ફાળવણી

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ અંતર્ગત કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામ માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયત્નોથી ગામની આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવા ભલામણ કરવામાં આવેલ. જે સંદર્ભે અરજણસુખ ગામને આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે, સી.સી.રોડ, બ્લોક રોડ, કોઝ વે, પીવાના પાણી માટે ટાંકો, મોટર અને પાઇપ સાથે, અમૃત સરોવર વગેરે જેવા કામો માટે ડી.એમ.એફ. ફંડમાંથી પંચોતેર લાખ જેવી માતબર રકમની ફાળવણી થતા, આગામી દિવસોમાં અરજણસુખ ગામ વિવિધ વિકાસલક્ષી કામોથી નવું કલેવર ધારણ કરશે.

Related Posts