સંસ્કાર સાથે શિક્ષણ આજના યુગની ખાસ જરૂરિયાત છે. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સંસ્કારનો વિકાસ થાય તેવા કાર્યક્રમો શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ દ્વારા ખાસ ગોઠવવામાં આવે છે. આવા કાર્યક્રમ અંતર્ગત 14 /02/2025 ને શનિવારે માતા પિતા પૂજન દિવસ અને મહા શિવરાત્રિ નિમિત્તે શાળામાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ ખાસ પ્રસંગ નિમિત્તે શાળામાં નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા , સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત માતા સરસ્વતીની આરાધના સાથે કરવામાં આવી હતી.શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃતિઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે માતા પિતા પૂજન દિવસનું મહત્વ અને પ્રસંગ અનુરૂપ માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.બાળકો દ્વારા માતા પિતા પૂજન દિવસ નિમિત્તે પોતાના વિચારો ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
આ સાથે મહાશિવરાત્રિ પર્વની પણ ખાસ ઉજવણી શાળાના બાળકો દ્વારા કરવામાં આવી હતી. બાળકો દ્વારા શિવલિંગ ની સ્થાપના કરી શિવ સ્તુતિ અને શિવ આરતી કરવામાં આવી હતી. બાળકો અને શિક્ષકો દ્વારા શિવલિંગ પર અભિષેક કરીને પુષ્પો દ્વારા પૂજા કરવામાં આવી હતી.
આમ , શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ દ્વારા બાળકોમાં સંસ્કાર સાથે ધાર્મિક બાબતોનું મહત્વ દર્શાવવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.


















Recent Comments