દામનગર શહેર ની નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ માં માતૃભાષા દિન ની તારીખ.૧૯ ફેબ્રુઆરી ના રોજ આનંદ ઉલ્લાસ પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમ માં સંયોજક તરીકે રજનીકાંત મહેતા ના માર્ગદર્શન હેઠળ મનોજભાઈ રાજ્યગુરુ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવેલ હતું. માતૃભાષા ના હાર્દ ને વક્તા તરીકે ઇન્ચાર્જ આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી અને ભાવનાબેન પંડ્યા દ્વારા ગુજરાતી વાંગમય ને સાહિત્યકારો ની ઓળખ, કાર્ય, સાહિત્ય પ્રદાન અંગે રસસભર માહિતી પ્રસ્તુત કરવામાં આવેલ હતી. શાળા પરિવાર ના સમગ્ર કર્મચારી ભાઈઓ અને બહેનો ની પૂર્વ તૈયારીઓ ના પરિપાક સ્વરૂપે સુશોભન થયેલ.આ સુશોભન કાર્ય માં શાળા પરિવાર ના વિધાર્થી ભાઈઓ અને બહેનો પણ કાર્યાન્વિત થયેલ.આ કાર્યક્રમ નગર પાલિકા ના પ્રમુખ શ્રી ગોબરભાઈ નારોલા અને શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ એ વિશેષ હાજરી આપી હતી.આ શાળા ના ધોરણ 10 અને 12 ના ભાઈઓ અને બહેનો ને વિદાયમાન સમારંભ યોજી શુભકામના પાઠવવામાં આવેલ હતી. શાળા ની ગરિમા વધારી ને પોતાના ભાવિ ને ઉજાગર કરવામાં આવેલ હતી. વિદાય લેતાં ભાઈઓ અને બહેનો એ પણ શાળા ના ઋણ ઉતારવા શાળા. ને ભેટ આપી હતી.આ સમગ્ર કાર્યક્રમ માં શાળા પરિવાર ના સમગ્ર કર્મચારી ભાઈઓ અને બહેનો એ વિશેષ જહેમત ઉઠાવી હતી. શાળા ના તમામ વિધાર્થી ભાઈઓ અને બહેનો ને અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.આ સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવાર ના અદમ્ય ઉત્સાહી કલા શિક્ષક અશ્વિન ભાઈ દેવગણીયા અને મેર ની મહેનત પ્રશંસા ને પાત્ર બનેલ હતી.
શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે માતૃભાષા દિન ની ઉજવણી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થી ઓને વિદાયમાન અપાયું

















Recent Comments