ભાવનગર

ગણેશ શાળા ટીમાણામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે 

તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી દર વર્ષે ભવ્ય રીતે કરવામાં આવે છે આ વર્ષે પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે શાળાના બાળકો દ્વારા અભિનય ગીત ,નાટક ,વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા ,શ્રુતલેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા ,જાતે વાર્તા બનાવવી અને જાતે કાવ્ય લેખન કરવું જેવી સ્પર્ધાઓનું આયોજન ચાલી રહ્યું છે, આ ઉપરાંત વક્તા તરીકે તળાજા પંથકના નિવૃત્ત આચાર્ય પ્રવીણચંદ્ર પંડ્યા ઉપસ્થિત રહી બાળકોને જીવનલક્ષી જ્ઞાન પીરસશે.

Related Posts