ગુજરાત

બે બાળકોની માતાએ પ્રેમી માટે બાળકોને તરછોડ્યા પ્રેમીના પરિવારે મહિલાને નવી દુલહનની જેમ વધાવી આવકારી

બનાસકાંઠામાંથી એક ખુબજ આઘાતજનક ઘટના સામે આવી છે જેમાંબે બાળકોની માતાએ પ્રેમી માટે બાળકોને તરછોડી ચાલી ગઈ હતી. પોલીસ મથકમાં બાળકો માતાને આજીજી કરતા રહ્યા, મહિલાને મનાવવા તેના બાળકો હાથ જાેડીને રડતા રહ્યા, માતા બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી છે. મકડાલા ગામે પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઇ હતી. મહિલા કાંકરેજમાં પ્રેમી સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપ્યા હતા. પ્રેમીના પરિવારે મહિલાને દુલ્હનની જેમ વધાવી છે. મહિલા અને તેના પ્રેમી ઉપર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા.
પોલીસે તપાસ કરતા મહિલા કાંકરેજના નાણોટા ગામના તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા બાદ મહિલાના પરિવારને બોલાવ્યો હતો. મહિલાને મનાવવા તેના બાળકો હાથ જાેડીને રડતા રડતા આજીજી કરતા રહ્યા પણ નિષ્ઠુર મહિલા ઉપર તેની કોઈ અસર ન થઈ, મહિલા તેના બાળકોને રડતા તરછોડીને તેના પ્રેમી સાથે નાણોટા ગામ જતા પ્રેમીના પરિવારે મહિલાને નવી દુલહનની જેમ વધાવી આવકારી છે. કાળજું કંપાવી મૂકે તેવા હૃદય દ્રવી વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા મહિલા અને તેના પ્રેમી ઉપર લોકો ફિટકાર કરી રહ્યા છે. સંતાનો કરગરતા રહ્યાં, અને માતા પ્રેમી સાથે હાથ પકડીને નીકળી ગઈ હતી.

Related Posts