સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં સવેતન સેવા આપતા કર્મયોગી ઓનો સન્માન સમારોહ મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા નું મનનીય વક્તવ્ય

ઉમરાળા ના ટિમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ગત તા.૨૨.૦૨.૨૦૨૫, શનિવારનાં રોજ સાંજે અવિ૨ત દસ વર્ષથી સવેતન સેવા આપતા કર્મયોગીઓનો સન્માન સમારોહ સાથે સુપ્રસિધ્ધ મોટીવેટર વકતા શ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા મોટીવેશન કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો.કાર્યક્રમની શરૂઆત પહેલા લગભગ ૨૦૦ જેટલા સ્ટાફ માટે સપરિવાર ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ. ત્યારબાદ દસ વર્ષથી સવેતન સેવા આપતા ૨૮ જેટલા કર્મયોગીઓને ટ્રસ્ટીશ્રીઓ તથા આમંત્રિત મહાનુભાવોનાં હસ્તે સન્માનપત્ર, ખેસ અને પુરસ્કારરૂપે રૂા.૫૧૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર એકસો પુરા અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પ્રસિધ્ધ મોટીવેશનલ સ્પીકર શ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા ભાગવતનાં દ્વાદશ સ્કંધ નાં સંદર્ભમાંથી શું બોધપાઠ શીખવો ? તેની સરળ અને અતિવિસ્તૃત માહિતી આપી સર્વોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ કાર્યક્રમમાં શ્રી શૈલેષભાઈ સગપરિયા ઉપરાંત વાળુકડ સંસ્થાનાં મેને. ડિરેક્ટર શ્રી નાનુભાઈ શિરોયા, ઉદારદિલ દાતા શ્રી વિસામણભાઈ આહિર, હોસ્પિટલનાં મે.સુપ્રિ. ડો.નટુભાઈ રાજપરા સાહેબ, ઉપપ્રમુખ-બી.એલ.રાજપરા, મંત્રી-જગદિશભાઈ ભીંગરાડિયા, ટ્રસ્ટી-અશોકભાઈ ગીડા સાહેબ, ટ્રસ્ટી-લવજીભાઈ નાકરાણી તથા વિજીટીંગ ડોકટરશ્રીઓ અને સ્થાનિક કસ્લટંટ ડોકટરશ્રીઓ ઉપસ્થિત રહયાં
Recent Comments