અમરેલી

બાબરાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટની ચારે તરફ ૧૦૦ મીટર વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા. ૨૩.૦૨.૨૦૨૬ સુધી પોલીસ કર્મચારીઓનું વાર્ષિક ૨૦૨૬ ફાયરિંગ પ્રેક્ટિસ થનાર હોય આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) બી હેઠળ અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તા.૨૧.૦૯.૨૦૨૫ સુધી ફાયરિંગ બટ માટે મુકરર થયેલી બાબરા તાલુકાના વાંકીયા ગામના સરકારી પડતર રે.સ.નં ૬૦૧, હે.૩-૮૮-૬૩ ચો.મી વાળી જગ્યા ફાયરિંગ બટ માટેની મુકરર જગ્યાને તાર ફેન્સીંગ કરી તેની બાહ્ય સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્ય સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી રાહદારીઓની અવરજવર પર પ્રવેશબંધી છે. આ જાહેરનામું તા. ૨૬.૦૨.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમ ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે.

Related Posts