અમરેલી

 જેતલસર-પ્રયાગરાજ અને મહુવા-પ્રયાગરાજ વિશેષ ટ્રેન સેવા શરૂ કરવા અંગે રજૂઆત રેલ્વે કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને સાંસદ ભરત સુતરિયાએ લખ્યો પત્ર

પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ કિનારે તારીખ 13 જાન્યુઆરી 2025 થી શરૂ થયેલા મહાકુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. આ મેળાનો સમાપન 26 ફેબ્રુઆરી 2025ના રોજ થવાનું છે. મહાકુંભ મેળો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે અને વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાં શામેલ છે.મહાકુંભ મેળામાં દર્શન કરવા માટે મારી ચૂંટણીવિસ્તારના અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાનું આયોજન કરી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા માટે જેતલસર-પ્રયાગરાજ અને મહુવા-પ્રયાગરાજ વચ્ચે વિશેષ ટ્રેન સેવા શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે.મહાકુંભ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને સલામત અને સરળ પ્રવાસ સુલભ કરાવવા રેલ્વે વિભાગને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરવાથી દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ માટે યાત્રાઓ સરળ બનશે તે નહીં પરંતુ ક્ષેત્રના પ્રવાસન અને આર્થિક પ્રગતિમાં પણ ફાળો મળશે. આ રીતે શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે રેલ્વે વિભાગ અને સંબંધિત તંત્રો સાથે સંપર્કમાં રહિને યોગ્ય કામગીરી કરવા સાંસદ ભરત સુતરીયા એ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને પત્ર લખ્યો છે

Related Posts