અમરેલી

અમરેલી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તથા ખેડૂતોના હિતમાં સાંસદ ભરતભાઈસુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાળા, હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડીયા, જનકભાઈ તળાવીયા તેમજ જિલ્લા ભાજપા અધ્યક્ષ અતુલભાઈ કાનાણી નેશનલ કેપિટલ દિલ્હી ખાતે પહોંચ્યા

અમરેલી જિલ્લાને વિકાસનામાટે ના વિવિધ પ્રશ્નો માટે સાંસદ અને ધારાસભ્યોની ટીમ દિલ્હી
ખાતે રજૂઆત માટે પહોંચી જેમાં ખાસ કરીને ખેતીવાડી માટે અતિઆવશ્યક DAP ખાતરના
પુરવઠા વિષયે રાસાયણિક ખાતર મંત્રી તેમજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા
સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ખાતરના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે
મંત્રીશ્રી તરફથી હકારાત્મક આશ્વાસન મળ્યું છે.તેમજ જિલ્લા નેશનલ માર્ગોની સ્થિતિ સુધારવા
અંગે કેન્દ્રીય માર્ગ-મહેસૂલ મંત્રી શ્રી નીતિન ગડકરી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.જેમાં
ખાસ કરીને બાઢડા-ગાવાકડા નેશનલ હાઇવેને ચાર માર્ગીય બનાવવાની, અમરેલી-બાબરા,
ચાવંડ-લાઠી-અમરેલી, તથા અમરેલી શહેર બાયપાસ (લાઠી રોડ સર્કલથી રાધેશ્યામ સર્કલ
સુધી) માર્ગોના વિકાસ માટે દ્રઢ રજૂઆત કરાઈ. ઉપરાંત, ધારી અને ચલાલા શહેર વચ્ચેના
માર્ગોને પણ ૪ ટ્રેક કરવા અંગે ચર્ચા કરવામાં આવી.તેમજ જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો —
ખાસ કરીને સાવરકુંડલા-અમરેલી તથા ધારી-વિસાવદર રેલવે લાઈનોને લઈને કેન્દ્રીય રેલવે
મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી. વિસ્તૃત માહિતી અને જરૂરિયાતો માટે
મંત્રીશ્રીને રજૂઆત કરી પ્રશ્નો ના નિકાલ માટે સહકાર મેળવાયો.તદ્દઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રી
સી.આર. પાટીલ અને મનસુખભાઈ માંડવીયા સાથે પણ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને
જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંત્રીઓ સમક્ષ જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન મેળવવામાં
આવ્યું હતું.આ તમામ પ્રશ્નો અમરેલી જિલ્લાના લોકોને વધુ સુવિધા, વિસ્તૃત કનેક્ટિવિટી અને

ખેડૂતોને તાત્કાલિક મદદ મળી રહે એ તેવા શુભ હેતુથી મકમતા પૂર્વક રજૂઆત કરવામાં
આવેલ છે
આ તકે અમરેલી જિલ્લાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, નાયબ દંડક અને ધારાસભ્યો શ્રી કૌશિક વેકરિયા, શ્રી
મહેશભાઈ કસવાળા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જે.વી. કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા અને જિલ્લા ભાજપા
અધ્યક્ષ શ્રી અતુલભાઈ કાનાણી ૨૦૨૫ના મે મહિનાના ત્રીજા સપ્તાહે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ
બેઠક યોજી હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts