રાજકોટના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને “મદદ ટ્રસ્ટ”, અમરેલી દ્વારા આ વર્ષે “સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા-૨૦૨૫-૨૬”નું જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં રજિસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૦/૧૨/૨૦૨૫ છે.
આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં કુલ ૨૦ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ત્રણ વયજૂથમાં ૮ થી ૧૪ વર્ષ,(૦૧-૦૧-૨૦૧૨ થી ૩૧-૧૨-૨૦૧૭ નાં રોજ જન્મેલા), ૧૫ વર્ષથી અને ૨૯ વર્ષ સુધીના અને (૦૧-૦૧-૧૯૯૭ થી ૩૧-૧૨-૨૦૧૦નાં રોજ જન્મેલા), અને ૩૦ વર્ષથી ઉપરના તમામ, (૩૧-૧૨-૧૯૯૬ પહેલા જન્મેલા)ની સ્પર્ધા યોજાશે. જેમાં જિલ્લાકક્ષાએ કુલ ૨૦ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, ફટાણા, લોકગીત, ભજન, ગરબા, રાસ, તબલા, હાર્મોનિયમ (હળવું), લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, વાંસળી, ધોળ, હાલરડાં, શરણાઈ, ઢોલ(લોકવાદ્ય), પ્રભાતિયા, મરશિયા વગેરે સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને જણાવવામાં આવે છે. જે સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે “મદદ” કાર્યાલય, સિવિલ હોસ્પિટલ સામે, અમરેલી ખાતે આ ફોર્મ જરૂરી આધારો સાથે રૂબરૂમાં અથવા ટપાલ કે કુરિયર દ્વારા મોકલવાના રહેશે. આ ફોર્મ માટે જરૂર જણાય તો મદદ કાર્યાલયનો સંપર્ક નંબર .૦૨૭૯૨ ૨૨૪૯૫૯, મો. ૯૯૧૩૨૯૮૧૦૮ (ચિરાગભાઈ)નો સંપક કરવો, તેમ મદદ કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments