અમરેલી તા.૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) પૂર્વ મંત્રીશ્રી અને રાજકોટ સાંસદ શ્રી પરશોત્તભાઈ રૂપાલા અને મદદ ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લામાં સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૯.૦૦ કલાકથી અમરેલી પારેખ અને મહેતા આર.પી. વિદ્યાલય ખાતે આ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નોંધણી કરાવવાની અંતિમ તા.૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ છે. આ વર્ષે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ત્રણ વય જૂથ, ૧ થી ૧૪ વર્ષ, ૧૫ વર્ષથી ૨૯ વર્ષ સુધીના અને ૩૦ વર્ષના ઉપરના આ ત્રણ વયજૂથમાં ૧૯ કૃતિઓની સ્પર્ધા યોજાશે.આ સપર્ધામાં સુગમ સંગીત, દુહા-છંદ-ચોપાઈ, કથક, વાંસળી વાદન, ધોળ, ગરબા, રાસ, હાલરડા, હાર્મોનિયમ (હળવુ), લોકવાર્તા, શરણાઈ, ઢોલ (લોકવાદ્ય), પ્રભાતિયા, મરશિયા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વયજૂથની કટ ઓફ ડે ૩૧-૧૨-૨૨૪ ધ્યાને લેવાની રહેશે. સ્પર્ધાના નિતિનિયમો ગત વર્ષની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા મુજબ રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મદદ કાર્યાલય, સિવિલ હૉસ્પિટલની સામે, અમરેલી ખાતે ફોર્મ જરુરી આધારો સાતે રુબરુ કે ટપાલ કે કુરિયર દ્વારા મોકલવાના રહેશે. આ ફોર્મ અને અન્ય બાબતોને લગતી વધુ વિગતો માટે કાર્યાલયના સંપર્ક નંબર ૦૨૭૯૨-૨૨૪૯૫૯ અથવા મો. ૯૯૧૩૨ ૯૮૧૦૮ (ચિરાગભાઈ) નો સંપર્ક કરવો, તેમ અમરેલી મદદ કાર્યાલય દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments