અમરેલી જીલ્લાની ઐતિહાસિક ધરોહર સમા ગોપાલગ્રામ દરબાર ગઢની મુલાકાત કરતાં અમરેલી જીલ્લા પંચાયતનાં પ્રમુખ અને લોકસભાનાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારીનાં લોકપ્રિય ધારાસભ્ય જે.વી.કાકડિયા, ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, ધારી માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ સાથે ગામનાં આગેવાનો હરેશભાઈ વાળા, મેરામભાઈ વાળા, રમણિકભાઈ ઠુમ્મર, રાજુભાઈ ઠુમ્મર જોડાયાં હતાં. આ તકે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાએ સ્વતંત્રતા સંગ્રામમાં પહેલ કરનાર ગામનાં પ્રજાવત્સલ ત્યાગી રાજવી દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈ તથા રાજરાણી પૂ. ભક્તિબાના આદર્શ જીવન તેમજ તેમણે સ્વરાજ, લોકતંત્ર, ખેડુત હિત અને શૈક્ષણિક ક્ષેત્રે આપેલ અમૂલ્ય યોગદાન બાબતે જનપ્રતિનિધિઓને માહિતગાર કર્યા હતાં. સાંસદ ભરતભાઈ સુતરિયાએ દરબાર સાહેબની યાદગીરી માટે ગામમાં જે કરવું પડે તે કરવા તૈયારી બતાવી હતી, મુલાકાત દરમિયાન દરબાર ગઢમાં કાર્યરત ભક્તિબા કન્યાશાળાના શિક્ષકોને “સ્વાતંત્ર્ય સેનાની રાજવી દંપતિએ વર્ષો પહેલાં રૈયત માટે કેળવણીની જેવી કાળજી લીધી એનું નામ રોશન થાય એવું કામ આપણે કરવું જોઈએ” એવી ટકોર કરી હતી. અત્રે સંસ્થાના ટ્રસ્ટી વિપુલ ભટ્ટી, કિર્તી ભટ્ટ તેમજ ડૉ. વાળા સાહેબે વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે દરબાર ગઢની મુલાકાત બદલ સંસદસભ્યશ્રી તથા ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો.
ગોપાલગ્રામ દરબાર ગઢની મુલાકાત લેતાં અમરેલીનાં સાંસદ અને ધારીનાં ધારાસભ્ય



















Recent Comments