એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા બાબતે સાંસદ હરિ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી
સાંસદ હરિભાઈ પટેલેકેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને એરંડાના પાકમાં લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણઅને રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર દ્વારા રજૂઆત કરી છે. રાજ્યમાં એંરડા પકવતા ખેડૂતોના કલ્યાણ અર્થે સાંસદ હરિભાઈ પટેલેકેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણને રજુઆત કરી છે. ગુજરાત અને એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એંરડા મુખ્ય પાક રહ્યો છે. પરંતું વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદન ખર્ચ સામે એંરડાનું વર્તમાન બજાર મૂલ્ય ખૂબ ઓછું છે. એંરડાના પાકનો ન્યૂનતમ ભાવ નિયત કરવા કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યનો મહત્વનો પાક એરંડા છે અને તે ઉત્તર ગુજરાત પર ઉગાડવામાં આવે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો એંરડા ૬.૮૦ લાખ હેક્ટરમાં ઉગાડવામાં આવે છે. તેનું ઉત્પાદન ૧૩.૯૨ લાખ મેટ્રિક ટન છે. મહેસાણા જિલ્લામાં ૮૭,૦૦૦ હેક્ટરમાં એંરડાની ખેતી થાય છે અને ૨.૧૧ એકરમાં ઉત્પાદન થાય છે, જેની ઉત્પાદકતા ૨૪૨૨ કિગ્રા પ્રતિ હેક્ટર છે. એરંડાનો એપીએમસી બજાર ભાવ છેલ્લા કેટલાક સમયથી રૂ.૧૦૦૦-૧૨૦૦ કિલોની આસપાસ સ્થિર છે, જ્યારે ખેડૂતો માટે ખેતીનો ખર્ચ વધી ગયો છે. સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર કૃષિ ક્ષેત્રે ખેડૂતોને મદદ કરીને લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરીને સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને અન્ય પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોને કૃષિ પેદાશો માટે વાજબી ભાવ યોજનાની ઉત્તમ કામગીરી બદલ હું ભારત સરકારને અભિનંદન આપું છું. વધુમાં તેને જણાવ્યું કે આવી સ્થિતિમાં ખેડૂતોનો ખર્ચ વધી રહ્યો છે અને પ્રતિ હેક્ટર નફો ઘટી રહ્યો છે. સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવા ખૂબ જરૂરી જણાય છે.
Recent Comments