દિહોર ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ-2025 ની તાલુકા કક્ષાની સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામ, ગોપનાથ રોડ, ઊંચડી ખાતે આવેલ જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સની ધોરણ 6 ની દીકરીઓએ ધમાકેદાર પરફોર્મન્સ કરી સમગ્ર તળાજા તાલુકામાં રસ્સાખેંચ અને નારગેલની સ્પર્ધામાં બંને ટીમોએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. બંને ટીમો આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. રમત-ગમત ક્ષેત્રે સતત દીકરીઓ સિધ્ધિ પ્રાપ્ત કરી રહી હોય, જે માટે શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. આધૂનિક સમયમાં જ્યારે રમત-ગમત અને સ્ત્રીશિક્ષણની માંગ વધી રહી હોય ત્યારે દીકરીઓની આ સિધ્ધિ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ તકે શાળાના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી, કોચશ્રી અને સમગ્ર શાળા પરિવાર દ્વારા દીકરીઓના મંગળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી.
સાંસદ ખેલ મહોત્સવ- 2025 ની તાલુકા કક્ષાની રસ્સાખેંચ અને નારગેલ સ્પર્ધામાં શ્રી વિવેકાનંદ વિદ્યાધામની જ્ઞાન phulchhabdaily@gmail.com શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સનું ધમાકેદાર પરફોર્મન્સ


















Recent Comments