ભારતની મૂળ રમતો અને વિશ્વને રમતોને પ્રોત્સાહિત કરવા, યુવાનોની ભાગીદારી વધારવા તથા ‘ફિટ ઇન્ડિયા’ અભિયાનના સમર્થનમાં અમરેલી જિલ્લામાં સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫નું આયોનજ કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ગ્રામ્ય-તાલુકા અને જિલ્લા કક્ષાએ એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, ખો-ખો, કબડ્ડી, વોલબૉલ (પાસિંગ), કોથળા દોડ, રસ્સાખેંચ રમતો યોજાશે. આ સ્પર્ધાના સુચારુ આયોજન માટે તાલુકાકક્ષાના કન્વીનરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેવા માગતા સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન ફોર્મ આગામી તા. ૫.૧૦.૨૦૨૫ સુધીમાં તાલુકાના કન્વીનરશ્રીઓને રૂબરૂ પહોંચાડવાના રહેશે.
આ ફોર્મ મળ્યા બાદ તાલુકા-જિલ્લા કક્ષાની સ્પર્ધાની તારીખો જાહેર કરવામાં આવશે. સ્પર્ધાના કન્વીનરશ્રીઓના સંપર્ક માટે અમરેલી તાલુકાની સ્પર્ધામાં જનતા વિદ્યાલય મોટા આંકડિયા આયોજક રહેશે. તાલુકાના કન્વીનરશ્રી પી.ડી.મીયાણી મો નં. ૯૪૨૬૨ ૫૫૨૦૭, સહ કન્વીનરશ્રી રાજેશભાઈ ડોબરિયા મો નં. ૯૬૮૭૮ ૮૭૧૨૪ પર સંપર્ક કરવાનો રહેશે.
ધારી તાલુકામાં જી.એન.દામાણી હાઇસ્કૂલ આયોજક રહેશે. તાલુકાના કન્વીનરશ્રી ડી.એલ. ચાવડા અને સહ કન્વીનરશ્રી એન.બી. જોટવાનો મો. નં. ૯૪૨૭૭ ૪૪૫૮૮ પર સંપર્ક કરવાનો રહેશે. લીલીયા તાલુકાની સ્પર્ધાના આયોજક નાલંદા વિદ્યાલય, ભોરીંગડા રહેશે. તાલુકાના કન્વીરનરશ્રી હસમુખભાઈ ખોરાળા મો નં. ૯૮૨૫૭ ૫૮૦૦૮, બાબરા તાલુકાના આયોજક કમળશી હાઈસ્કુલ રહેશે. તાલુકાના કન્વીનરશ્રી ક્રિષ્ના ચૌધરી મો નં. ૯૧૦૬૭ ૪૯૭૦૨ અને ભાવિનભાઈ બોકરવાડીયા ૬૩૫૧૯ ૯૩૬૩૦, કુંકાવાવ તાલુકાના આયોજક શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ વડિયા, તાલુકાના કન્વીનરશ્રી ડી.વી. પાદરીયા મો નં. ૯૪૨૮૩ ૪૧૨૭૪ પર સંપર્ક કરવાનો રહેશે.
બગસરા તાલુકાના આયોજક ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ રહેશે. તાલુકાના કન્વીનરશ્રી મનોજભાઈ મહીડા મો નં. ૯૪૨૭૯ ૦૫૮૪૬ પર સંપર્ક કરવાનો રહેશે. ખાંભા તાલુકાના આયોજક જે.એન. મહેતા હાઈસ્કૂલ રહેશે. તાલુકાના કન્વીનરશ્રી અજિતસિંહ ગોહિલ મો નં. ૯૯૦૪૫ ૯૩૭૮૩ પર સંપર્ક કરવાનો રહેશે. રાજુલા તાલુકાના આયોજક વૃંદાવન વિદ્યાલય, રામપરા-૨ રહેશે. તાલુકાના કન્વીનરશ્રી દીપકભાઈ ત્રિવેદીનો મો નં. ૭૩૫૯૨ ૪૩૩૭૬ પર સંપર્ક કરવાનો રહેશે. જાફરાબાદ તાલુકાના આયોજક સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડીયાળી રહેશે. તાલુકાના કન્વીનરશ્રી સંગીતાબેન ચૌહાણનો મો નં. ૭૯૯૦૭ ૧૪૩૩૪ પર સંપર્ક કરવાનો રહેશે. સાવરકુંડલા તાલુકાના આયોજક કે.કે.હાઈસ્કૂલ રહેશે. તાલુકાના કન્વીનરશ્રી વિપૂલભાઈ દવેનો મો નં. ૯૯૨૫૨ ૫૮૧૧૧ પર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં ચિત્તલ રોડ, અમરેલી ૦૨૭૯૨-૨૯૯૦૬૧ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments