અમરેલી

દામનગર શહેર ના જળાશયો ઊંડા ઉતારી સૌની હેઠળ ભરવા ની યુવા આર્મી ની માંગ સંદર્ભ માં સાંસદ સુતરિયા દ્વારા સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવ્યા

દામનગર શહેર ની વિવિધ માંગો સંદર્ભ સમસ્ત યુવા આર્મી ટીમ દ્વારા ગત તા૧૧/૧૧/૨૪ ના રોજ અમરેલી લોકસભા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા ને આવેદન પત્ર પાઠવી દામનગર ના જાહેર જળાશયો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઊંડા ઉતારવા અને સૌની યોજના હેઠળ ભરવા ની માંગ કરાય હતી તે સંદર્ભ માં જિલ્લા સાંસદ સુતરિયા દ્વારા કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ સ્ટેટ ને એમ પી અમરેલી /૩૮૦/૨૦૨૪ તા.૦૬/૧૨/૨૪ ના રોજ પત્ર પાઠવી જાહેર હીત ની માંગ સંદર્ભ માં પત્ર પાઠવ્યો હતો તેમજ દામનગર શહેર ના ૧૧ થી વધુ વિસ્તારો નો અશાંત ધારા હેઠળ સમાવેશ કરતી માંગ સંદર્ભ માં નામદાર ગુજરાત સરકાર જિલ્લા કલેકટર સમક્ષ સમસ્ત યુવા આર્મી ની માંગ અંગે કાર્યવાહી કરવા ભલામણ પત્ર એમ પી અમરેલી /૩૭૫/૨૦૨૪ તા૦૬/૧૨/૨૪ થી પત્ર પાઠવી સબંધ કરતા વિભાગો માં યુવા આર્મી ની વિવિધ માંગો સંદર્ભ માં પત્રો પાઠવ્યા હતા 

Related Posts