fbpx
અમરેલી

MSME ક્ષેત્રે આગેકૂચ કરતો અમરેલી જિલ્લો, છેલ્લા ૦૫ વર્ષમાં ૨૧૩ એકમોનું સર્જન થયું, ૧૩૨૪ જેટલી રોજગારી મળી

રાજ્યમાં ૨૦ વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટી અને વડપણ હેઠળ શરૂ થયેલી ઓદ્યોગિક વિકાસની વણથંભી યાત્રા એટલે ‘વાઇબ્રન્ટ ગુજરાત’ જેના દ્વારા સમગ્ર વિશ્વમાં ગુજરાત રાજ્ય ઔદ્યોગિક રોકાણ ક્ષેત્રે  રોલ મોડલ બન્યું હતું. ઓદ્યોગિક વિકાસની આ કડીના ભાગરૂપે આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમોની હારમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં મંગળવારે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ અમરેલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા જિલ્લામાં ઓદ્યોગિક રોકાણને પ્રોત્સાહન મળે તેવા હેતુથી વિવિધ કાર્યક્રમો અને સેમિનારો યોજાયા હતા.

        અમરેલી જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે ખાસ કરીને  MSME ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ ફક્ત છેલ્લા પાંચ વર્ષમાં અમરેલી જિલ્લામાં ૨૧૩ MSME  એકમોનું સર્જન થયું છે. અમરેલી જિલ્લો ટેક્સટાઈલના ઉદ્યોગ ક્ષેત્રે ખાસ કરીને કોટન સ્પિનિંગ અને જિનિંગ ક્ષેત્રે આગવી નામંના ધરાવે છે. જિલ્લામાં આ  MSME સેક્ટરને છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે કુલ ૨૫.૭૩ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે કોઈ ઓદ્યોગિક એકમની સ્થાપના થાય છે ત્યારે તેની સાથે રોજગારીઓનું સર્જન પણ થતું હોય છે. આ એકમોની સ્થાપના થકી અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩૨૪ જેટલી રોજગારી મળી છે. અમરેલી જિલ્લામાં વિવિધ ક્ષેત્રો સાથે આ ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અસરકાર અમલવારી થઈ રહી છે.

         અમરેલી જિલ્લામાં સમગ્રયતા અત્યારસુધીમાં કુલ ૨૧,૧૮૦ MSME એકમોની નોંધણી થઈ, આ પૈકી ફક્ત ટેક્સટાઈલ ક્ષેત્રે રૂ ૭,૨૦૦ કરોડનું મૂડી રોકાણ થયું જેના દ્વારા કુલ ૧૨,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થયું છે. જિલ્લામાં ટેક્સટાઈલ પોલીસી અંતર્ગત કુલ ૦૮ સ્પિનિંગ અને  ૭૫ જેટલા જિનિંગ એકમો કાર્યરત છે.

          અમરેલી જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૧૮૦ MSME એકમોમાંથછી  ૭,૧૧૫ મેન્યુફેક્ચરીંગ એકમ,  ૯,૪૧૪ સર્વિસ એકમો ૪,૬૫૧ ટ્રેડીંગ એકમો તરીકે નોંધાયેલા છે. આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ઉદ્યોગો અને તેના થકી રોજગારીની વિપુલ તકોનું સર્જન થાય તેના માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.

Follow Me:

Related Posts