કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા ભારત સરકારનાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પોષણ જાગૃકતા માહ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવતા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કચ્છના પ્રસિદ્ધ યક્ષ બોંતેર મેળામાં કરવામાં આવ્યું છે.
ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દ્રઢ સંકલ્પ થકી દેશના જન – જનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા તેમજ સરકારના વિકસિત ભારતના અમૃતકાળના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ 11 વર્ષની જન કલ્યાણ અને સુખાકારીની યોજનાઓની સિદ્ધિઓ વર્ણવતું સાથે સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા આ મલ્ટીમીડિયા પ્રદર્શનને કચ્છ મોરબી જિલ્લા સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા તા. 7 સપ્ટેમ્બરના રોજ ખુલ્લુ મુકવામાં આવશે.
ઓગમેન્ટડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ આકર્ષણો, આકર્ષક રમતો, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોના સ્ટોલ્સ, યોજનાકિય જાણકારી આપતું સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
વધુમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ કચ્છના અધિકારી શ્રી કે. આર. મહેશ્વરીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તા. 07 થી 10 સપ્ટેમ્બર 2025 સુધી સાયરા યક્ષ મેળા ખાતે ચાલનારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા, એક પેડ મા કે નામ તેમજ ભારત સરકારની ફ્લેગશિપ યોજનાઓ અંતર્ગત સ્પર્ધાઓ, મનોરંજક કાર્યક્રમો, મલ્ટિમિડીયા પ્રવૃતિઓનું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી કરવામાં આવશે.
યક્ષ મેળામાં આયોજિત આ મલ્ટિમિડીયા પ્રદર્શનનાં પૂર્વ પ્રચાર કાર્યક્રમોમાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, ભુજ દ્વારા નખત્રાણા તાલુકાની માંગવાણા, સાયરા, વિથોણ, દેવપર, મંજલ હાઇસ્કૂલ તેમજ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધા, એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ સાથે અન્ય પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. મેળા દરમિયાન આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તેમજ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે.
આ ચાર દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતા માટે નિશુલ્ક પ્રવેશ રહેશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવે છે.
Recent Comments