fbpx
ગુજરાત

પોરબંદરના કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખૂંટીની હત્યા

પોરબંદરનાં બખરલા ગામે જૂના વિવાદની અદાવત રાખીને રાતના સમયે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ કુખ્યાત મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય ઓડેદરા તથા અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.

જાે કે એવો પણ આરોપ છે કે મૃતક મેરામણ અર્જુન મોઢવાડિયાનાં ટેકેદાર મૂળુ મોઢવાડિયાની હત્યામાં સામેલ હતો. પોરબંદરમાં મેરામણ સામે અનેક ગુના પણ નોંધાયેલા છે. કુખ્યાત મેરામણ ખુંટી હિસ્ટ્રીશીટર ગુનેગાર હતો.

આ ઘટનાની વાત કરી તો બખરલા ગામે રાના સમયે ભીમા દુલા ઓડેદરાનાં ભાણેજ મેરામણ ઉર્ફે લંગી ખુંટીની હત્યા કરવામાં આવી હતી અને તેના માટે આરોપ મુજબ, મેરામણ ખુંટીના આરોપી સંજયનાં મિત્ર રમેશભાઈ ખુંટીના પીતાજી સાથે બોલાચાલી થઈ હતી. આ જૂના ઝઘડાનું મનદુઃખ રાખીને મેરામણ ખુટી સાથે આરોપી સંજય અવારનવાર ગાળો બોલીને ઝઘડો કરતો હતો. જ્યારે, ગઈકાલે રાતે આરોપી સંજય તથા અજાણ્યા ઇસમે ચાકું વડે હુમલો કરી મેરામણ ખુંટીની હત્યા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts