દ્વારકાના જગત મંદિરની ધજાની છાયામાં અતિથિ ગૃહના પાછળના મેદાનમાં ગવાઈ રહેલી માનસ કૃષ્ણાવતાર રામકથા કૃષ્ણના સત્વ, તત્વ અને મહત્વના સંવાદથી પુર્ણ થઈ.
પૂજ્ય મોરારિબાપુ એ આજના કથા ચિંતન અને મુખર કરતાં કહ્યું કે રામ, શિવ, કૃષ્ણ, ભવાની, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ હનુમાનજી વગેરેને લાગુ પડે તેવો એક મંત્ર છે.’તમાદિ મધ્યાહન વિસહિનમ્…’ બુદ્ધ પુરુષોનું મૌન જગત સમજી શક્યું નથી અને તેણે મુખર થવું પડ્યું છે તેવું ઓશો પણ જણાવે છે. સનાતન ધર્મના પરમ તત્ત્વો આદિ, મધ્ય, અંતથી મુક્ત છે. ગંગા સતી પણ કહે છે કે ભક્તિમાં રાંક થઈને રહેવું. રામચરિત માનસ અંતિમ શાસ્ત્ર છે. શરણાગત ભાવથી કર્તવ્યને છોડવું નહીં પણ કરતા રહેવું. સંગીત એ મોક્ષનું સાધન છે. તાલ,લય, સુરનું ભાન હોય તેને મોક્ષ પ્રાપ્તિ માટે અન્ય કોઈ સાધનની જરૂર નથી.સંગીત મોક્ષનું સાધન છે.બાપુએ અપરિગ્રહની પરિધિમાં વાતને રજૂ કરતા કહ્યું કે રૂપિયાને નહીં પણ રૂદિયા ભેગા કરો.કારણ વગર સંગ્રહ કરવો એ પણ પાપ છે.
આજનો કથાનો ક્રમ શિવ ચરિત્ર અને સતીજી કથાને પ્રવાહી રીતે રજું કરવામાં આવી.
આજની કથામાં કમિજળાના મહંત શ્રી જાનકીદાસ બાપુ અને વીરપુરના મહંત શ્રી રઘુરામ બાપા,તથા પુ.કેશવાનંદજી વિશેષ અતિથિ રૂપે ઉપસ્થિત હતા.કથાની પુર્ણાહુતી શુક્રવારે તા 13/2/26 ના રોજ થશે.


















Recent Comments