સુપ્રીમ કોર્ટમાં વકીલ દ્વારા હુમલાના પ્રયાસ બાદ ચીફ જસ્ટિસ બી આર ગવઈએ આ મુદ્દે વાત કરી છે. તેમણે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું, કે હું અને મારા સાથી સોમવારની ઘટના બાદ સ્તબ્ધ થઈ ગયા હતા. પણ હવે તે ઘટના અમારા માટે વિતેલો અધ્યાય છે.
જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ આ અંગે કહ્યું, કે મારો મત છે કે આ કોઈ મજાકની વાત નથી. સમગ્ર સુપ્રીમ કોર્ટ માટે આ આઘાત સમાન છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ અક્ષમ્ય અપરાધ છે. છતાં ખંડપીઠે જે ઉદારતા દાખવી તે સરાહનીય અને પ્રેરક છે.નોંધનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન 71 વર્ષના વકીલે ચીફ જસ્ટિસ પર જૂતાંથી હુમલાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી હતી. થોડા દિવસ અગાઉ ચીફ જસ્ટિસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અંગે કરેલી ટિપ્પણીથી વકીલ નારાજ હોવાનો ખુલાસો થયો હતો.


















Recent Comments