ગુજરાત

સાબરમતી જેલમાં કેદીનું રહસ્યમય મોત, ૨૬ ઈજાઓના ખુલાસાથી જેલ તંત્રમાં ખળભળાટ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અહીં એક કેદીની સંદિગ્ધ પરિસ્થીતિમાં થયેલી મોતના બનાવે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. મૃતકની ઓળખ અજય પરમાર તરીકે થઈ છે, જે ભરણપોષણના કેસમાં સજા ભોગવી રહ્યો હતો.

માહિતી મુજબ, ૨૬ મે ૨૦૨૪ના રોજ અજય પરમારની તબિયત અચાનક બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. શરૂઆતમાં આ મોતને કુદરતી ગણવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટે સમગ્ર ઘટના પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.ડોક્ટરોએ પીએમ રિપોર્ટમાં જણાવ્યું કે મૃતકના શરીર પર કુલ ૨૬ ઈજાઓના નિશાન મળી આવ્યા છે. આ ઈજાઓ તાજી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે મોત પહેલાં તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હશે.

આ રિપોર્ટ સામે આવતાંજ પરિવારજનોએ જેલ તંત્ર સામે આક્ષેપ કર્યો કે અજય પરમારને જેલ સ્ટાફ દ્વારા માર મારવામાં આવ્યો હતો. તેના પરિવારે કહ્યું કે અજય સંપૂર્ણ સ્વસ્થ હતો અને કોઈ બીમારીથી પીડિત નહોતો. “અમે અમારા પુત્રને મરેલો નહીં, પણ તોડેલો જાયો,” એમ મૃતકના પિતાએ જણાવ્યું.

આ ઘટનાને લઈને સાબરમતી જેલના ફરજ પર રહેલા એક જેલ કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકને કોઈ આંતરિક ઝઘડાને કારણે જેલમાં માર મારવામાં આવ્યો હતો.જાકે જેલ તંત્રનું કહેવું છે કે અજય પરમારની તબિયત અચાનક બગડતાં તેને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તબીબી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. “અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ, અને જા કોઈ કર્મચારી દોષી સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી થશે,” એમ જેલ અધિકારીએ જણાવ્યું.

મૃતકના પરિવારજનો અને સગાઓએ અમદાવાદમાં જેલ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેણે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે જેલમાં કેદીઓની સુરક્ષા જ નથી.મૃતકની બહેને જણાવ્યું, “અમારા ભાઈએ ફક્ત ભરણપોષણના કેસમાં સજા ભોગવવાની હતી, તે કોઈ ખૂની નહોતો. જા જેલમાં કેદીઓની સાથે આવું થાય, તો સામાન્ય નાગરિકો માટે શું સુરક્ષા રહી?”

આ બનાવ બાદ માનવ અધિકાર પંચ દ્વારા પણ નોંધ લેવામાં આવી શકે છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સાબરમતી જેલમાં બની છે. ૨૦૨૨માં પણ એક કેદીના મોત બાદ સમાન આક્ષેપો થયા હતા.માનવ અધિકાર કાર્યકર્તાઓએ કહ્યું કે, “ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી જેલમાં વારંવાર આવી ઘટનાઓ થવી ચિંતાજનક છે. કેદીઓ પણ માનવ અધિકાર ધરાવે છે. સરકારએ તરત સ્વતંત્ર તપાસ શરૂ કરવી જાઈએ.”જેલ સુપરિન્ટેન્ડન્ટનું કહેવું છે કે સમગ્ર ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે અને સંબંધિત કર્મચારીને ફરજ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસે ધારા ૩૦૨ હેઠળ ગુનાનો પ્રાથમિક કેસ નોંધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સીસીટીવી ફૂટેજ અને ડ્યુટી લોગ બુકની તપાસ ચાલી રહી છે. જા મૃતકને માર મારવાના પુરાવા મળ્યા, તો વધુ અધિકારીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે. સાબરમતી જેલ છેલ્લા દાયકામાં અનેક વિવાદોમાં સપડાઈ

છે કેદીઓ પર અત્યાચાર, મોબાઈલ ફોનનો ઉપયોગ, ડ્રગ્સ અને સુરક્ષા ખામી જેવા મુદ્દાઓ વારંવાર સામે આવ્યા છે. હવે આ નવી ઘટના ફરી જેલ તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે.

Related Posts