લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નો સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ
લાઠી તાલુકા માં પોલિયો નાબુદી અભિયાન નો સિવિલ હોસ્પિટલ ખાતે પ્રારંભ
લાઠી સ્પેશ્યલ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો બુથ નું ઉદ્ઘાટન પદાધિકારી ભરતભાઇ પાડા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર આર મકવાણા દ્વારા કરાયું હતું. સ્થાનિક અગ્રણી ઓના વરદહસ્તે શિશુઓ ને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલનારા આ પોલિયો નાબુદી અભિયાનમાં ખાસ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી ડો આર આર મકવાણા એ વધુ માં વધુ બાળકો પ્રથમ દિવસે બુથ પર પોલિયો ના ટીપાં લે તેવી તમામ સ્ટાફ ને સૂચના આપી હતી. લાઠી તાલુકા ના તમામ ગામો માં બાળકો ને બુથ પર અને બીજા દિવસથી ઘરે ઘરે જઈ આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો ના ટીપાં પીવડાવવા માં આવશે. ભરત ભાઈ પાડા એ પણ બાળકો ને પોલિયો ના ટીપાં પીવડાવે તેવો અનુરોધ કર્યો હતો. સુપરવાઈઝર બાલમુકુંદ જાવીયા એ તમામ બુથ ની મુલાકાત લઈ કામગીરી ની સમીક્ષા કરી હતી.
Recent Comments