નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી
પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ ‘ડ્રોન દીદી’ બની છે. ત્યારે આજે
વાત કરવી છે, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના છેવાડાનાં નાના પાણીયાળી ગામના વતની
અને ‘નમો ડ્રોન દીદી’ તરીકે ઓળખાતાં સુશ્રી મીરાંબેન રાઠોડની
મીરાંબેને પોતાની સફળતાની વાત કરતાં કહ્યું કે, અમારી પાસે બે વીઘા જમીન એટલે મને સતત
એવું થયાં કરે કે, મારે શિક્ષણની સાથે સાથે રોજગારી મેળવી આત્મનિર્ભર બનવું છે. કહેવાય છે ને કે,
વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરે છે તે વાત મારા મનન પર સતત
રમ્યાં કરતી હતી.
તેમણે વાતની શરૂઆત કરતાં કહ્યું કે, અમારા તાલુકાના કલ્સ્ટર કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતાં
શ્રી હરેશભાઈ વાઘેલાએ નમો ડ્રોન દીદી યોજનાની માહિતી આપી, ત્યારબાદ મેં જિલ્લા ગ્રામ વિકાસ
એજન્સીનો રૂબરૂ સંપર્ક કરી આ યોજના અંગેની માહિતી મેળવી, આમ મને પ્રથમથી જ સરકારના વિવિધ
વિભાગોનો સતત સહયોગ સાંપડતો રહ્યો.
G.N.F.C દ્વારા યોજાતી ૧૦ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે વડોદરા પહોંચી ત્યાં રીમોટથી
ડ્રોન ઉડાડવાની તાલીમની સાથે પ્રેક્ટીકલ અને થીયરીનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મને
દાંતીવાડા ખાતે પણ ૬ દિવસીય તાલીમ આપવામાં આવી,જેનાથી મને ખૂબ ફાયદો થયો.
તાલીમ બાદ G.N.F.C દ્વારા મને ડ્રોન આપવામાં આવ્યું એ ડ્રોન મારા તાલુકામથક સુધી પહોંચતું
કર્યું,જેમાં મારે એકપણ રૂપિયાનો ખર્ચ થયો નથી.અમે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોનથી
દવાનો છંટકાવ કરીએ છીએ. એક એકરના રૂ.૫૦૦ થાય પરંતુ ખેડૂતો પાસેથી અમે રૂ.૧૦૦ લઈએ છીએ,
રૂ.૪૦૦ સબસિડીના માધ્યમથી સરકાર અમને આપે છે. ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને દરવર્ષે
દોઢથી બે લાખની કમાણી આરામથી થાય છે.પાલીતાણાની એન.આર.એલ.એમ. શાખામાંથી અમારાં શિવમ
સખી મંડળને રૂ.૩૦ હજાર રિવોલ્વીગફંડ અને રૂ.૨૫૦૦ નું સ્ટાર્ટઅપ ફંડ મળ્યું છે.એ પણ અમારાં માટે ખૂબ
જ મહત્વપૂર્ણ સાબિત થયું છે.
મીરાંબેને કહ્યું કે, સરકારની ડ્રોન દીદી યોજનાથી મારાં જેવી અનેક મહિલાઓ કમાણી કરતી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં
મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે વિકસિત ભારતની સંકલ્પનાને ખરા અર્થમાં સાર્થક કરી પોતાનું
યોગદાન આપશે.


















Recent Comments