ભાવનગર

ભાવનગરમાં ‘નમો સખી સંગમ મેળો’ : માર્ગદર્શન ચર્ચા

ભાવનગરમાં ‘નમો સખી સંગમ મેળો’ યોજાશે, જે સંદર્ભે યોજાયેલ બેઠકમાં જાણકારી આપવામાં આવી. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રવિવાર તા.૯થી બુધવાર તા.૧૨ દરમિયાન યોજાનાર આ ઉપક્રમ સંદર્ભે કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા માર્ગદર્શન ચર્ચા આયોજન થયેલ. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીની ઉપસ્થિતિ સાથે ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો દ્વારા મહિલા દિવસ પ્રસંગે શુભેચ્છા આપલે કરવામાં આવી. નમો સખી સંગમ મેળો આયોજનમાં જોડાનાર સખી મંડળો તેમજ આંકડાકીય વગેરે માહિતી અહીંયા આપવામાં આવેલ. આ મેળા માટે સૌને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું. સંચાલનમાં શ્રી ચેતનસિંહ સરવૈયા રહેલ. મહિલા મોરચા અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી એ આભાર વિધિ કરેલ.


Follow Me:

Related Posts