અમરેલી

પીઠવડી ખાતે “ એક વૃક્ષ માં કે નામ “ અભિયાન અંતર્ગત “નમો વન” કવચ વૃક્ષારોપણ કરવામાં આવ્યું…

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે રૂ. ૨૧ લાખના ખર્ચે વિવિધ RCC રોડ અને બ્લોક રોડ ના કામોનું ખાતમુહૂર્ત થયું,
આ ઉપરાંત, ગામમાં ચેકડેમ, પીઠડ માતાજી કોઝવે, પ્રાથમિક શાળાનો લાઈબ્રેરી હોલ, સ્મશાન કોઝવે, પાણીની પાઈપ
લાઈન, અને ગટર લાઈન જેવા કુલ રૂ. ૩૫ લાખના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું.આ વિકાસકાર્યોની સાથે,
પીઠવડી ગામે “એક પેડ માં કે નામ” અંતર્ગત એક હેક્ટર વિસ્તારમાં ૫૨ જાત ના ૧૦,૦૦૦ વૃક્ષોનું “નમો વન કવચ”
બનાવવાનો શુભારંભ પણ કરવામાં આવ્યો.મઢડા ગામે પણ રૂ. ૧૭ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ
કરવામાં આવ્યું.
વિકાસકાર્યોના આ લોકાર્પણ અને વૃક્ષારોપણથી સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં પ્રગતિની નવી દિશા ખૂલી
છે

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરિયા
સહિત જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો, પંચાયત સદસ્યો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.

Related Posts