બાળકી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં બાળકીની છેડતી કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીઓને રમાડવાના બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. વિકૃત ઘટના કેમેરામાં કેદ થઈ હતી, જેથી પોલીસે સીસીટીવીના આધારે ઉના વિસ્તારમાં રહેતા મહંમદ અન્સારી નામના શખ્સની ધરપકડ કરી સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેમજ અન્ય બાળકી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં ભેસ્તાન પોલીસે ઘરની બહાર રમતી નાની દીકરીઓને રમાડવાને બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. જાેકે, સમગ્ર વિકૃત હરકતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી,
કેટલીક દીકરીઓની હાજરીમાં નરાધમે બાળકીઓની છેડતી કરી હતી. જેથી ભેસ્તાન પોલીસે ૨૬ વર્ષીય મહંમદ અન્સારી નામના ઈસમની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ દીકરી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં ઘટના બની હતી, જેમાં એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે બાળકી ત્યાંથી ગભરાઈને જતી રહે છે. ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે ગભરાઈને મૂંઝવણમાં જતી રહે છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ ૨ છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે. લોકોમાં સુરક્ષા અને સલામતીને લઈને ઉદભવેલ રોષ જાેતા પોલીસે યુવકની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરી.
Recent Comments