અમરેલી

“ રામ” નામ પર સતાનો તાજ પહેરી ધાર્મિક મંદિર તોડતી ભા.જ.પ. સરકાર સામે આકોશ સાથે આક્ષેપ કરતા નરેશભાઈ દેવાણી પ્રમુખશ્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ

ભારતીય જનતા પાર્ટી છેલ્લા ૩૦ વર્ષનાં શાસન દરમ્યાન અહમ અને અભિમાન માં રાચી રહી છે. અને હિટલશાહી અને અરાજકતા કરી રહી છે. 

 તેમના ઘણાબધા નજાર સમક્ષ બનતી ઘટનાઓ  ગુજરાતની જનતા જોઈ રહી છે, પરંતુ આ સરકાર નાં અહમી  અને અભિમાની સરકાર સામે સામાન્ય લોકો, આમ જનતા આવાજ ઉઠાવે તોં આ સરકાર નાં ધૃતરાષ્ટ્ર જેવા સતાધીશો દ્વારા મકાન વિહોણા, ઈ.ડી. ના દરોડા, અને પોલીસ સ્ટેશન માં કેદ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

 આ સરકાર છેલ્લા ૩૦ વર્ષથી શાસન દ્વારા સર્વોપરી સતા પોતાના પાસે હોવાના નાતે તમામ ડીપાર્ટમેન્ટ ને લાચાર બનાવી ને મજબુર કરી ને સતા ભોગવી રહી છે. “રામ” નાં નામે મત માંગીને સતા પર આવેલી આ સરકાર પોતાની જવાબદારી ને બાજુમાં મુકીને અભિમાન અને અહંમ માં આવીને તેમની પાર્ટીના કાર્યકર્તા /આગેવાનો નાં અંદરો અંદર નાં તેમજ એકબીજા સામે રાગદ્વેષ રાખીને તેમનો મનસુબો પુરા કરવામાં આવી રહ્યા છે. આ સરકાર “ મુખ મેં રામ અને બગલ મેં છુરી” કહેવત નું નિર્માણ ગુજરાત માં થઇ રહ્યું છે જેમાં સાવરકુંડલા તાલુકા કહેવાતા રાજકીય મોટા માથા ના અને ભાજપ નાં ઈશારે આંબરડી ગામે સભાયા પરિવાર નાં કુળદેવી માતાજી ના મંદિર ને ડીમોલેશન નાં નામે તોડી પાડીને આનંદ અનુભવી રહ્યા છે પરંતુ તેમના રાજકીય આગેવાનો, કાર્યકર્તા ઓ કોઈ હીન કૃત્ય કે સરકારી જમીનો નું દબાણ કરેલ હોય તો તેમને સાવરવામાં આવી રહ્યા છે. ગમે તેવો મોટો ભ્રષ્ટાચાર કરેલ હોય, કેકોઈ મોટું હીન કૃત્ય કરેલ હોય પણ તે ભાજપ માં છે એટલે તેમનો વાળ પણ વાકો થઇ શકશે નહી. પરંતુ નાનો માણસ કે હિંદુ ધર્મ માટે કોઈ ધાર્મિક મંદિર બનાવશે તો તેમના મકાનો, ધાર્મિક મંદિરો ડીમોલેશન નાં નામે તોડી પાડવામાં આવશે. અથવા કોઈ વ્યક્તિ સરકાર સામે અવાજ ઉઠાવશે, કે તેમની વિરુધ્ધ અન્ય પક્ષ નો માણસ હશે તો તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. આમ રામ નાં નામે મત માંગી અને રામ રાજ્ય બનાવવાની વાતો કરતા આ ભાજપી આગેવાનો પોતાના સ્વાર્થ માટે મંદિરો , સામાન્ય માણસો નાં ઝુપડાઓ તોડી પાડી રહી છે. 

 આ સરકાર માં અને તેમના નેતામાં હિમત હોય તો આંબરડી ગામે સરકારી જમીન માં રામજી મંદિર પણ બનેલ છે, તેમને તોડી પાડી બતાવે અને તેમના આગેવાન દ્વારા આબરડી-દોલતી ના માર્ગ અને મકાન વિભાગ ની જમીન માં દબાણ થયેલ છે તે ખુલ્લું કરી બતાવેપરંતુ આ સરકાર તેમનું કશું કરશે નહી પણ નાના અને તેમની સામે ના રાગદ્વેષ થી અને ભાજપ નાં ઈશારે આવા ધાર્મિક મંદિરો તોડી પાડીને સંતોષ વ્યક્ત કરી રહ્યા છે 

           આમ સાવરકુંડલા તાલુકા માં ભાજપ નું અરાજકતા નું સામ્રાજ્ય થઈ રહ્યું છે ત્યારે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી નરેશભાઈ દેવાણી દ્વારા આંબરડી ગામે માતાજી નાં મંદિર/મઢ ને તોડી પાડતા આક્રોશ સાથે આક્ષેપ કરવામાં આવેલ છે

Related Posts